મોરબીના રાષ્ટ્પ્રેમી યુવાનો દ્વારા પુલવાના શહીદ પરિવારોને હાથોહાથ ફાળો આપવાનો સેવાયજ્ઞ

- text


બિહાર અને ઝારખંડમાં જઈને કપરી હાલતમાં જીવન પસાર કરતા ત્રણથી ચાર પરિવારોને હાથોહાથ રૂ.1.10 લાખનો ફાળો આપ્યો

મોરબી : મોરબીના રાષ્ટ્પેમી યુવાનોએ પુલવાના શહીદ પરિવારીને મદદરૂપ થવા ફાળો એકઠો કરીને તેમને સીધી રીતે આ સહાય મળે તે માટે શહીદોના પરિવારોને ઘરે જઈને હાથોહાથ ફાળો આપી ઉદારતા દાખવી રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી આ યુવાનો દેશના ખૂણે ખૂણે યાત્રા કરીને અવરીતપણે આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.જેમાં આજે બિહાર અને ઝારખડની યાત્રાએ જઈને ત્રણથી ચાર શહીદ પરિવારોને રૂ.1.10 લાખનો હાથોહાથ ફાળો આપ્યો હતો.

મોરબીના રાષ્ટ્પેમ પ્રત્યે જાગૃત યુવાનો અજય લોરીયા, કુલદીપ વાઘડિયા અને મુકેશ રમાણી સહિતની ટીમે પુલવાના શહીદ પરિવારો માટે ફાળો એકત્ર કર્યો હતો.ત્યારે આ યુવાનોની ટીમે આ ફાળો શહીદ પરિવારોને સીધી રીતે મળે તે માટે રૂબરૂ તેમને આપવાની નેમ વ્યક્ત કરી હતી.જે મુજબ આ યુવાનો છેલ્લા કેટલાક સમયથી દેશના વિભિન્ન રાજ્યોમાં પ્રવાસ કરીને અવિરતપણે શહીદોના પરિવારોને હાથોહાથ સહાય આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.તેઓ રૂબરૂ શહીદ પરિવારોને સહાય આપતા હોવાથી મોરબી બાર એસો સહિતના દ્વારા એકઠો કરાયેલો ફાળો આ યુવાનોને આપવામાં આવ્યો હતો.તેથી રાષ્ટ્પેમી યુવાનો હાલ દેશના વિવિધ રાજ્યોમાં વસતા શહીદ પરિવારોને ફાળો આપવા પહોંચી ગયા છે.રાજસ્થાન બાદ બિહાર અને ઝારખડ જઈને ત્રણથી ચાર શહીદ પરિવારોને રૂ.1.10 લાખની સહાય કરી હતી.

- text

આ અંગે યુવાનોએ જણાવ્યું હતું કેબિહાર (ભાગલપુર) ના શદીદ જવાન રતન કુમાર ઠાકુર ના પત્ની ને રાંચીની હિના હોસ્પિટલ માં 22દિવસ થી સારવાર માટે આવેલ છે અને રતનકુમાર શહીદ થયા ત્યારે પણ તેમના પત્ની ગર્ભાવસ્થા માં હતા એ દિવસથી આજ સુધી હિના હોસ્પિટલ માં છે એમને રૂબરૂ મળીને 1.10 લાખ ની સહાય કરી હતી.હાલ પશ્ચિમ બંગાળમાં જઈને શહીદ પરિવારોને સહાય આપી હતી.ત્યારબાદ તા.24નારોજ જમ્મુ કાશ્મીર જવાના છે.હજુ કોઈને ફાળો આપવો હોય તો અજય લોરીયાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text