મોરબી : શનાળા રોડ પર પંચમુખી રોકડીયા હનુમાનનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

- text


હનુમાન જ્યંતીના દિવસે દિવસભર ચાલનારા કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ પણ “દાદા”ને નત્તમસ્તક થશે

મોરબી : શનાળા રોડ પર આવેલી ન્યુ.ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી ખાતે તારીખ ૧૯ એપ્રિલને શુક્રવારના હનુમાન જયંતિના રોજ પંચમુખી રોકડીયા હનુમાનજી મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારથી લઈને મોડી રાત સુધી વિવિધ કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે.

પંચમુખી રોકડીયા હનુમાન મંદિર ખાતે નવગ્રહ સહિતની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં ચૈત્ર સુદ ૧૫, તારીખ ૧૯/૪/૨૦૧૯ને શુક્રવારે સવારે ૯:૦૦ કલાકે શોભાયાત્રા, સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ પ્રતિષ્ઠા યજ્ઞ, બપોરે ૧૨:૩૫ કલાકે યજ્ઞ પ્રતિષ્ઠા વિધી તેમજ સાંજે ૪:૩૦ કલાકે યજ્ઞ પુર્ણાહુતી થશે. આ ઉપરાંત ભાવિકો માટે સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૯:૩૦ કલાકથી લોકસાહિત્યકાર મુન્નાભાઈ નિમાવત ધૂન ભજનની રમઝટ બોલાવશે.

આ દરમ્યાન સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી ધર્મસભાના વિશેષ આયોજનમાં સંતો ભાવિક જનોને શુભાશિષ આપશે. જેમાં અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.માં કનકેશ્વરી દેવિશ્રી ખોખરા હનુમાનજી (મોરબી), પ.પૂ. સદગુરુ શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી (શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ, મોરબી), શ્રી ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ, મોરબી), પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞના આચાર્યશ્રી આર.જી.પંડ્યા (શાસ્ત્રીજી), વિનુભાઈ પંડ્યા (શાસ્ત્રીજી) તથા હનુમાનજીના ભુવા રત્નાભાઈ ઘોઘાભાઈ રબારી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાનો મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ ટીમ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને મોરબી શહેર ભાજપ ટીમ પ્રમુખ લાખાભાઈ જારીયા ખાસ ઉપસ્થિત રહેશે.

- text

આયોજનના હવનકુંડના યજમાન પરબતભાઇ ભીમાભાઈ કરોતરા તેમજ ન્યુ.ગુજરાત હાઉસીંગ બોર્ડના રહેવાસીઓ, હનુમંતપ્રેમી દાતાઓ તેમજ શુભેચ્છકો દ્વારા સમસ્ત ધર્મપ્રેમી જાહેર જનતા, સર્વ જ્ઞાતિ અને સર્વ સમાજના લોકોને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવા ભક્તિપૂર્ણ આમંત્રણ પાઠવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text