મોરબીના લૂંટાવદર ગામે યુવાને ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ

 

મોરબી : મોરબીના લૂંટાવદર ગામે રહેતા હરેશ છગનભાઇ ઝાલરીયા નામના યુવાને ગઈકાલે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે તાલુકા પોલીસ મથકે બનાવની નોંધ કરીને જે.જી. ઝાલાએ તપાસ ચલાવી છે.