મોરબી : જલારામ મંદીર દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જલસેવા અભિયાન

- text


મોરબી : “પંછી પાની પીને સે, ઘટે ના સરિતા નીર,
ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુબીર” ઉક્તિને સાર્થક કરતા મોરબીના જલારામ મંદિર દ્વારા શહેરમાં વિવિધ સ્થળો પર ઠંડા જળ વિતરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

ઉનાળાના મધ્યાને ધોમ ધખતો તાપ પડી રહ્યો છે. જાણે સુર્યનારાયણ કોપાયમાન થયા હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે સન સ્ટ્રોક તેમજ ડીહાઈડ્રેશનના બનાવો વધી રહ્યા છે. બીજી તરફ પર્યાવરણના રક્ષણ તેમજ સંવર્ધન માટે તંત્ર દ્વારા પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાણીની બોટલ રૂ.૫, ૧૦ અને ૨૦ના દરે ઉપલબ્ધ છે જે સામાન્ય લોકોને આર્થિક રીતે પરવડે તેમ ન હોય મોરબી જલારામ મંદીર દ્વારા દરેક લોકોને વિનામુલ્યે ઠંડુ મિનરલ વોટર મળી રહે તેવા હેતુસર શહેરના વિવિધ સ્થળોએ ‘જલસેવા’ શરૂ કરવામાં આવી છે.
આ સેવા અંતર્ગત વિશાલ ઓટો એડવાઈઝર્સ (ગાંધી ચોક), રાજા આયુ કેર (શનાળા રોડ), પ્રવિણ ચંદ્ર એન્ડ કંપની (નવાડેલા રોડ), ભવાની મેચીંગ (વસંત પ્લોટ), લખતરીયા સાયકલ માર્ટ (રવાપર રોડ) ખાતે ઠંડા શુધ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદીર દ્વારા બીનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા, દરરોજ સાંજે મહાપ્રસાદની સહીતની વિવિધ પ્રકારની માનવસેવા કોઈ પણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના પ્રદાન કરવામાં આવી રહી છે. ઉનાળા દરમિયાન શરૂ કરવામાં આવેલ જલ સેવામાં જે કોઈ શહેરીજન ‘જલસેવા કેન્દ્ર’ શરૂ કરવા તેમજ સહયોગ આપવા ઈચ્છુક હોય તેમણે હરીશભાઈ રાજા , મો.નં.૯૮૭૯૨૧૮૪૧૫ તથા પ્રતાપ ભાઈ ચગ, મો.નં ૯૮૨૫૮૨૮૮૭૦નો સંપર્ક કરવા શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિત કક્કડે એક યાદીમાં જણાવ્યુ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text