મોરબી : ચૂંટણી પ્રચાર માટે સરકારી મિલ્કતના ઉપયોગ પર પ્રતિબંધ

- text


મોરબી : લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે ગુજરાત રાજ્યમાં તા.૨૩ એપ્રિલ ના રોજ મતદાન થનાર છે, તથા મતગણતરી તા. ૨૭/૦૫/૨૦૧૯ ના રોજ થનાર છે. ચૂંટણીઓ નિષ્પક્ષ, મુકત અને ન્યાયી વાતવરણમાં યોજી શકાય તે માટે ભારતના ચૂંટણી પંચ તરફથી મળેલી વખતો વખતની સુચનાઓ – સ્પષ્ટતાઓને ધ્યાને લઈ આ લોકસભાની સમાન્ય ચૂંટણી અનુસંધાને અનુસરવાની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી વિસ્તૃત સુચનાઓ આપવામાં આવેલ છે. જે પૈકી સરકારી, અર્ધસરકારી પંચાયતના વિશ્રામગૃહ – ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકવામાં આવેલ છે.

જેને ધ્યાને લઈ ભારતના ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ આચારસંહિતા બાબતની સુચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.માકડીયાએ એક જાહેરનામા દ્વારા મોરબી જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૧૯ સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.આ જાહેરનામામાં જણાવ્યાં પ્રમાણે મોરબી શહેર સહિત તમામ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહ તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર, વિશ્રામગૃહ, અતિથિગૃહ, ડાક બંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મિટીંગ યોજવા પર, તથા આવા આવાસના કંમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

- text

આ ઉપરાંત ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પુરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે, પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ – અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે, સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી – નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય. પરંતુ આવી ઝેડ સ્કેલની સીક્યુરીટી ધરાવતા રાજકીય પદાધિકારી વિશ્રામગૃહ – અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text