મોરબીમાં સ્ટ્રીટ લાઈટોના ધાધીયાથી લોકોને પડતી મુશ્કેલી

- text


ત્રણ માસથી લાઈટો બંધ હોવાથી અંધારપટ : ચેમ્બર ઓફ કોમર્સની પાલિકા તંત્રને રજુઆત

મોરબી : મોરબી શહેરમાં ઠેક ઠેકાણે આવેલી સ્ટ્રીટ લાઈટોમાં ધાધિયા થતા હોવાની અનેક વખત ફરિયાદ ઉઠે છે.જોકે શહેરમાં ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટો છેલ્લા ત્રણ માસથી બધ હોવાથી અંધારપટ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.આથી મોરબી ચેમ્બર ઓફ કોમર્સએ પાલિકા તંત્રને રજૂઆત કરી બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની માંગ કરી છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથી અને સેક્રેટરી ડી.ડી.ભોજાણીએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે,મોરબી શહેરમાં ઠેરઠેર આવેલી સ્ટ્રીટ લાઈટોમાં છેલ્લા ત્રણ માસથી ધાધીયા થઈ રહ્યા છે અને ઘણી ખરી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.જેના કારણે અંધારપટ સર્જતો હોવાથી લોકોને રાત્રીના સમયે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.જોકે આ સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને પાલિકા તંત્રને અવારનવાર રજુઆત કરવામાં આવી છે.છતાં હજુ સુધુ લાઈટો ચાલુ કરવામાં આવી નથી.આથી કંટાળીને કેટલાક જાગૃત નાગરિકો દિવાબતી કર રદ કરવા રિટ પિટિશન કરવાનું મોરબી ચેમ્બર ઓફ કોમર્સને જણાવી રહ્યા છે.જેથી તેમણે પાલિકા તંત્રને રજુઆત કરીને શહેરમાં જ્યાં જ્યાં બંધ લાઈટો હોય તેનો સર્વે કરી પુન : લાઈટો ચાલુ કરવાની માંગ કરી છે.જોકે મોરબી શહેરમાં જ્યારથી નવી એલઇડી લાઈટો નાખવામાં આવી છે.ત્યારથી ધાધિયા થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ આ લાઈટો બધ છે.જોકે નવાઈની વાત એ છે કે આ નવી નાખવાનો ઉદેશ્ય વીજ બચતનો હતો.પરંતુ ઘણા ખરા વિસ્તારમાં 24 કલાક લાઈટો ચાલુ રહેતી હોવાથી ભારે વીજળીનો વ્યય થઈ રહ્યો છે.ત્યારે તંત્ર આ બાબતે વાતોના વડા કરવાને બદલે નક્કર કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text