મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો

- text


જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી : સમાજના વિવિધ ગ્રુપ દ્વારા તરબૂચ ,દ્રાક્ષ, વરિયાળી સરબતનું વિતરણ કરાયું : બન્ને જ્ઞાતિની વાડીએ સંઘ જમણનો કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની રંગેચગે ઉજવણી કરીવામાં આવી હતી.જેમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.તેમજ જૈન સમાજના વિવિધ ગ્રુપ દ્વારા તરબૂચ,દ્રાક્ષ, વરિયાળીના સરબત અને લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સમાજની બન્ને વાડીઓમાં સંઘ જમણનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે ભગવાનને રથમાં બેસાડી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.દરબાર ગઢ પાસે આવેલા જૈન દેરાસર ખાતેથી નીકળેલી શોભાયાત્રા ત્યાંથી નહેરુ ગેટ ચોક, જુના બસ સ્ટેન્ડ સહિતના મુખ્યમાર્ગો પર ફરીને બોયઝ હાઈસ્કૂલમાં પહોંચી પૂર્ણ થઈ હતી.જ્યાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સમાજના લોકોને તરબૂચ અને દ્રાક્ષ તથા જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા વરિયાળીનું સરબત તેમજ અજરામર ગ્રુપ દ્વારા સમાજના લોકોને લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ અંગે મનનીય પ્રવચન યોજાયું હતું.ત્યારબાદ મોરબીમાં આવેલી જૈન સમાજની દશાશ્રીમાળી અને વિશાશ્રીમાળી વાળી ખાતે સંઘ જમણનો કાર્યક્રમ યોજાયો હતો.જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

 

- text