હળવદ : રાણેકપર ગામે ગૌવંશ ઉપર એસીડ એટેક : ગૌ પ્રેમીઓમાં ભભૂકતો રોષ

- text


૬ મહિનામાં ચોથો જઘન્ય બનાવ બનાવ બનતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

હળવદ : તાલુકાના રાણેકપર ગામે અજાણ્યા અમાનવીય તત્વોએ ગૌવંશ પર એસીડ છાંટી ક્રૂરતા આચરતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. આવા નિર્દયી શખ્સોને ઝડપી પાડી પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે.
હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશ પર એસીડ વડે હુમલા કરવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવે છે. જેમાં હળવદ તાલુકાના રાણેકપર ગામે ગૌવંશ પર એસીડ વડે હુમલો કરવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવ્યા છે. આવો જ એક બનાવ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. ગામમાં રખડતા ખુંટીયા પર કોઈ અવારા તત્વોએ એસીડ છાંટી દેતા ખૂંટીયો સખત રીતે બળી ગયો હતો. આ બનાવ ગૌપ્રેમીઓના ધ્યાને આવતા તાત્કાલીક હળવદની શ્રી રામ ગૌશાળાનો સંપર્ક કરી ગૌ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોરબી ખાતે આવેલ રામધન ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યો છે. જયારે બીજી તરફ અવારનવાર ગૌવંશ પર એસીડ વડે હુમલાના બનાવમાં પોલીસ યોગ્ય તપાસ કરી આવા સંવેદન વિહીન તત્વોને ઝડપી પાડી કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ગૌવંશ પર થતા આવા અત્યાચારી એસીડ હુમલાથી ગૌપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text