હળવદ : બાઇક ભટકાવવા મામલે યુવાન પર હુમલો

હળવદ : હળવદના માથક ગામે બાઇક ભટકાવવા મામલે યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા લાલજીભાઈ નાગજીભાઈ ચડાણીયા ઉ.વ.30 નામના યુવાને બેચરભાઈ મેરાભાઈ કોળી,સંજયભાઈ બેચરભાઈ કોળી,સંજયનો ભાઈ અને જગાભાઈ દેવાભાઈ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને આરોપીઓ સાથે એકવર્ષ પહેલા મોટર સાયકલ ભટકાવવા મામલે બોલાચાલી થઈ હોય તેનો ખાર રાખી આરોપીઓએ તેમના પર લોખડનો પાઇપ તથા લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો.આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news