મોરબીમા નવયુગ અને INIFD દ્વારા ૨૧મીએ ઇન્ટિરિયર ડિઝાઈનર કોર્ષનો ફ્રી સેમિનાર

- text


ઇન્ટિરિયર ડિઝાઈનર બનવા માટે ઘરઆંગણે સુવર્ણ તક

મોરબી : મોરબીની નવયુગ કરિયર એકેડેમી અને વિશ્વની પ્રથમ કક્ષાની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ INIFDના સંયુક્ત ઉપક્રમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે વિશેષ સેમિનારનું આયોજન તારીખ 21ને રવિવારે નવયુગ કરિયર એકેડેમી, શાંતિ કોમ્પ્લેક્સ, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 10:30 વાગ્યે કરવામાં આવ્યું છે.

મોરબી આજે દિન-પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને આવા વિકાસ તરફ સતત આગળ ધપતા મોરબીમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ખુબ માંગ છે. મોરબીના યુવક-યુવતીઓએ ઇન્ટિરિયર ડિઝાઈનર બનવા માટે દૂરના શહેરોમાં જવું પડતું હતું. પરંતુ હવે મોરબીના જ આંગણે મોરબીની નંબર 1 કરિયર ઇન્સ્ટિટ્યૂટ નવયુગ તથા વિશ્વ કક્ષાએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં પંકાયેલી INIFDના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ સેમિનાર યોજાનાર છે. આ સેમિનારમાં INIFDના નામાંકિત ટ્રેઇનરો ટ્રેઇનિંગ આપશે.અત્રે ઉલ્લેખનીય છે કે, INIFDની ચીફ મેન્ટોર પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના છે. આ સેમિનારમાં લિમિટેડ સીટ્સ હોવાથી વહેલામાં વહેલી તકે નોંધણી કરાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ સેમિનાર માટે 9727247472 અને 9687747472 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text