મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને અપાતા ગેસમાં ૨૦ ટકા કાપ ઝીકાયો : ૧૮ એપ્રિલથી અમલ

- text


 

લો – પ્રેસરની સમસ્યાનું નિરાકરણ લાવવા ગુજરાત ગેસ કંપનીનો નિર્ણય

મોરબી : છેલ્લા વીસેક દિવસથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને અપાતા નેચરલ ગેસનો પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની સમસ્યા ઉકેલવા ગુજરાત ગેસ કંપની દ્વારા આગામી તા.૧૮ એપ્રિલ ૨૦૧૯થી ૨૦ ટકા કાંપ મુકવા નિર્ણય કર્યો છે, જો કે હાલમાં નવી પાઇપલાઇનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોય એ કામચલાઉ કાંપની મુદત નક્કી કરવામાં આવી નથી.

ગુજરાત ગેસ કંપની દ્વારા તમામ સિરામિક એકમોને પાઇપલાઇન મારફતે અપાતા નેચરલ ગેસના પુરવઠામાં ૨૦ ટકા કાંપ મુકવા આજે સતાવાર રીતે જાહેરાત કરી છે અને આ કાંપ ૧૮ એપ્રિલથી અમલમાં મુકાશે, ગેસ કંપની દ્વારા તમામ યુનિટોને લેખિત જાણ કરી DCQ તથા MDCQ માં ઘટાડો કરવા જણાવ્યું છે જેમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એપ્રિલ૨૦૧૯ તથા મે ૨૦૧૯ના સમયગાળા દરમ્યાન MGO DCQ થી ઓછો વપરાશ કરનાર ગ્રાહકોને કોઈપણ જાતનો MGOનો ચાર્જ લગાડવામાં આવશે નહીં તેમ જણાવાયું છે.

વધુમાં ઔધોગિક એકમો કે જેમના વાલ્વ ખુલ્લા છે અને નિયમિત ગૅસ વપરાશ કરે છે તેમના છેલ્લા એક મહિનાની (૧૬ માર્ચથી ૧૫ એપ્રિલ ૨૦૧૯) સરેરાશ વપરાશને ધ્યાનમાં રાખતા ૨૦% નો કાપ ગૅસ વપરાશમાં મૂકવામાં આવશે. પરિસ્થિતિ માં સુધારો થયે આ ૨૦%માં ક્રમશઃ: ઘટાડો કરવામાં આવશે તેમ જણાવી તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવે તે રીતે અને બીજી સૂચના ના મળે ત્યાં સુધી આપના એકમની DCQ તથા MDCQ, SCMD રહેશે. (૨૦ ટકા કાપ સાથે). આ નિર્ણય મોરબી વિસ્તારના તમામ ગ્રાહકોને ગેસનો પુરવઠો મળી રહે તે ધ્યાનમાં રાખતા કરવામાં આવેલ હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

- text

જે કંપની એક થી વધારે એકમો ધરાવે છે તેવા એકમો તેમના ગૅસ વપરાશ માટે આંતરિક ગોઠવણ (એડજસ્ટમેંટ) કરી શકે છે આવી કંપનીઑને આના માટે તાત્કાલિક ગુજરાત ગૅસને લેખિતમાં જાણ કરવાની રહેશે. જો કોઈપણ એકમો DCQ તથા MDCQ કરતાં વધારે માત્રામાં ગૅસ વપરાશ દૈનિક ધોરણે કરતાં જણાશે તો કોઈપણ જાતની આગોતરી નોટિસ વગર તેમનો ગૅસ પુરવઠો બંધ કરવામાં આવશે જેની જવાબદારી જે તે ઔધોગિક એકમોની રહેશે તેવું સ્પષ્ટ પણે જણાવી ગુજરાત ગેસ લિમિટેડ તેની ક્ષમતા વધારવા માટે તમામ પ્રયત્નો કરી રહેલ છે અને આ કાર્યવાહી તદ્દન હંગામી ધોરણે હોવાનું જણાવ્યું છે.

આ મામલે ગુજરાત ગેસ કંપનીએ વધુમાં જણાવ્યું છે કે મોરબી વિસ્તારના સીરામીક એકમોને ભૂતકાળમાં પણ સતત અને અવિરત ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે અને હાલમાં પણ તેના ગ્રાહકોને સતત ગેસ પુરવઠો પૂરો પાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે ગેસ વિતરણ વ્યવસ્થા પૂર્વવત અને મજબૂત કરવા આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે હાલના સંજોગોમાં કોલગેસ પ્લાન્ટ બંધ થતાં કુદરતી ગેસની માંગમા જબરો ઉછાળો આવતા આ પરીસ્થિતિ સર્જાઈ છે જો કે બીજી તરફ ગેસ સપ્લાય ખોરવાતા સિરામિક ઉદ્યોગને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો દ્વારા વહેલામાં વહેલી તકે ગેસ સપ્લાય પૂર્વવત બનાવવામાં આવે તેવું સિરામિક ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text