માળિયા નજીક ભુજ પોલીસની કારને નડ્યો અકસ્માત

આરોપીને લીંબડી કોર્ટમાં હાજર કર્યા બાદ પરત ફરતી વેળાએ કાર ટ્રક પાછળ ઘુસી ગઈ

માળિયા : માળિયા નજીક ભુજ પોલીસની કારને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ભુજ પોલીસની ટીમ એક આરોપીને કોર્ટમાં હાજર કરીને પરત ફરી રહી હતી. તે વેળાએ હાઇવે પર કાર ટ્રક પાછળ ઘુસી ગયો હતો. જો કે સદ નસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાનિ થઈ ન હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ ભુજ પોલીસની ટીમ જીજે ૧૨ જી ૨૧૦૬ નંબરની ટાટાસુમો કાર લઈને એક આરોપીને લીંબડી કોર્ટમાં રજૂ કરવા ગઈ હતી. બાદમાં પરત વળતી વખતે માળિયા પાસે રેલવે ઓવરબ્રિજ પાસે રામદેવ હોટેલ નજીક જીજે ૧૨ બીડબ્લ્યુ ૨૧૨૧ના ટ્રકમાં અચાનક બ્રેક લાગતા કાર તેની પાછળ ઘુસી ગઇ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં પોલીસને કે કેદીને ઇજા પહોંચી ન હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news