મોરબી જિલ્લાના ચૂંટણી સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટ વડે મતદાન શરૂ

સ્ટાફના સેકન્ડ રેન્ડમાઇઝેશન બાદ તા. ૧૭ સુધી બેઠક વાઇઝ અંતિમ તાલીમનો કાર્યક્રમ ચાલશે : છેલ્લા દિવસે માત્ર મહિલા સ્ટાફને તાલીમ અપાશે

મોરબી : મોરબી જિલ્લામા ચૂંટણી સ્ટાફના સેકન્ડ રેન્ડમાઇઝેશન બાદ જિલ્લા ચૂંટણી તંત્રએ વિધાનસભા બેઠક વાઇઝ તા. ૧૭ સુધી અંતિમ તાલીમનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં અંતિમ તાલીમ સાથે ચૂંટણી સ્ટાફનું પોસ્ટલ બેલેટ વડે મતદાન પણ શરૂ થયું છે.

મોરબી જિલ્લામા ચૂંટણી ફરજમાં અંદાજે ૭ હજાર જેટલો સ્ટાફ રોકાયેલો છે. જેનું સેકન્ડ રેન્ડમાઇઝેશન થઈ જતા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્ટાફને અંતિમ તાલીમ આપવા માટે બેઠક વાઇઝ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં ૬૫- મોરબી વિધાનસભા બેઠકમા તા.૧૩ના રોજ વાંકાનેર ખાતે ૨૪૦ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તકે કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન પણ કર્યું હતું. ત્યાર બાદ આજે તા. ૧૫ના રોજ ટંકારામાં ૧૪૮ કર્મચારીઓને તાલીમ આપવામાં આવનાર છે. જયારે તા. ૧૭ના રોજ મોરબીમા ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં ૫૬૯ મહિલા પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવનાર છે.

૬૬- ટંકારા વિધાનસભા બેઠકના સ્ટાફ માટે ગત તા. ૧૩ના રોજ મોરબીમાં તાલીમ યોજાઈ હતી. જેમાં ૩૧૦ કર્મચારીઓએ તાલીમ સાથે પોસ્ટલ બેલેટ વડે મતદાન પણ કર્યું હતું. ૬૭- વાંકાનેર બેઠકના સ્ટાફ માટે તા. ૧૫ના રોજ મોરબીની ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે તાલીમ યોજાશે. જેમાં ૩૭૯ કર્મચારીઓને તાલીમ અપાશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news