મોરબીમાં આખલાઓના દંગલના રોજિંદા બનાવોથી લોકો ત્રાહિમામ

- text


વારંવાર દરેક વિસ્તારોમા આખલા યુદ્ધ થતું હોવા છતાં તંત્ર રઝળતા ઢોરને ડબ્બે ન પૂરતા લોકોની સલામતી રામભરોસે

મોરબી : મોરબીમાં હવે આખલાઓના દંગલના રોજિંદા બનાવો બનવા લાગતા જનજીવન ભયભીત બની ગયું છે.દરોજજ કોઈને કોઈ વિસ્તારોમાં અખલાઓનું યુદ્ધ થાય છે.અને લોકોના હાથ પગ ખોખરા થવાની સાથે ક્યારેક આખલાઓના દંગલનો નિર્દોષ વ્યક્તિ પણ ભોગ બને છે અને વાહનોમાં પણ નુકશાની થાય છે.આમ છતાં પણ તંત્ર તાબોટા પાડવામાંથી ઊંચું આવતું ન હોવાથી લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે.

મોરબીમાં લાંબા સમયથી રઝળતા ઢોરના ત્રાસનો સળગતો પ્રશ્ન છે. શહેરના રાજમાર્ગો હોય કે અંદરના વિસ્તારોની શેરી ગલી હોય લગભગ કોઈ વિસ્તાર રઝળતા ઢોરના ત્રાસથી બાકાત નથી.એ રીતે શહેરના તમામ માર્ગો અને શેરી ગલીઓમાં ઢોરની અડીગો જોવા મળે છે.જોકે હમણાં થોડા સમયથી આખલાઓના ત્રાસએ હદ વટાવી દીધી છે.શહેરમાં અડીગો જમાવીને બેસેલા આખલાઓ ગમે ત્યારે ભૂરાટા થાય છે અને જાહેર માર્ગ કે શેરી ગલીમાં દંગલ મચાવીને ખાસ્સો સમય સુધી એ વિસ્તારને બાનમાં લે છે જોકે હમણાં જ શનાળા રોડ પરના સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર રામચોક પર આખલાઓએ દંગલ મચાવ્યું હતું.ખાસ્સો સમય સુધી આખલા યુદ્ધ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.આ રીતે શહેરના કોઈપણ વિસ્તારોમાં હમણાંથી આખલા યુદ્ધ થાય છે અને આખલાની હડફેટે લોકોના વાહનો ચડી જાય તો તેનો બુકડો બોલી જાય છે.તેમજ આખલાઓની ઢીકની હડફેટે ચડવાથી અનેક લોકોને સામાન્યથી ગંભીર ઇજા પહોંચે છે.કેટલીક વાર નિર્દોષ લોકો પણ મોતને શરણ થયા હોય એવા પણ અનેક બનાવો બન્યા છે.એકંદરે હાલ આખલા યુદ્ધ હવે લોકો માટે માથાના દુઃખવા રૂપ સમસ્યા બની ગઈ છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી પાલિકા તંત્ર રઝળતા ઢોરને ડબ્બે પુરવાની કોઈ કાર્યવાહી કરવાની બદલે આવી ગંભીર સમસ્યાને જાણે નજર અંદાજ કરતું હોવાથી લોકોને આખલાઓનો ત્રાસ સહન કર્યા સિવાય છૂટકો જ નથી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text