મોરબીમા લોકો મસાલાના તૈયાર પેકેટ તરફ વળતા મસાલા માર્કેટોમા મંદી

- text


કાચા મસાલાની ખરીદી કરીને તેને દળવા સહિતની માથાકૂટ કરવાને બદલે લોકો જોઈએ તેમ તૈયાર પેકેટ ખરીદવા લાગ્યા મરચા અને ધાણાના ભાવ વધ્યા, હળદળના ઘટ્યા જ્યારે રાય અને જીરૂના ભાવ ગત વર્ષ જેટલા જ

મોરબી : મોરબીમાં કાચા મસલાની ખરીદી કરીને તેને દળવા સહિતની માથાકૂટ કરવાને બદલે લોકો જોઈએ તેમ તૈયાર પેકેટ ખરીદવા લાગ્યા હોવાથી મસાલા માર્કેટમા મંદી આવી હોવાનું સામે આવ્યું છે. જો કે કાચા મસાલાના ભાવ જોઈએ તો મરચા અને ધાણાના ભાવ વધ્યા છે. હળદળના ઘટ્યા છે. જ્યારે રાય અને જીરૂના ભાવ ગત વર્ષ જેટલા જ રહ્યા છે.

હાલ મસાલાની ખરીદીની સિઝન ચાલી રહી છે. વર્ષો જૂની પરંપરા મુજબ લોકો અત્યારે આખા વર્ષ માટેના મસાલા ખરીદે છે. લોકો કાચા મસાલાની ખરીદી કરી તેને દળાવીને એક વર્ષ સુધી તેનો સંગ્રહ કરે છે. જો કે હાલ મોરબીમા ટ્રેન્ડ બદલાયો છે. હવે લોકો કાચા મસાલાની ખરીદી કરીને તેને દળવા સહિતની માથાકૂટ કરવાને બદલે જેમ જરૂર પડે તેમ તૈયાર મસાલાના પેકેટ ખરીદવા લાગ્યા છે.

- text

મોરબીમાં હાલ મસાલાની સિઝન હોવાથી ત્રણ થી ચાર સ્થળોએ મસાલા માર્કેટ બની છે. જો કે હવે લોકો તૈયાર મસાલાના પેકેટ તરફ વળતા આ મસાલા માર્કેટમાં દર વર્ષની સાપેક્ષે ઘરાકી ઓછી જોવા મળી રહી છે. અહીથી કાચા મસાલાની ખરીદીને તેને દળાવવા સહિતની માથાકૂટ કરવાને બદલે લોકો દુકાનોમાંથી મળતા વિવિધ બ્રાન્ડના તૈયાર મસાલાના પેકેટ જ ખરીદી લેતા હોવાથી મસાલા માર્કેટમાં મંદી જેવો માહોલ છવાયો છે.

બીજી તરફ કાચા મસાલાના ભાવ ઉપર નજર કરીએ તો ગત વર્ષે મરચા રૂ. ૧૬૦, ધાણા રૂ. ૧૩૦, જીરૂ રૂ. ૨૦૦, રાય રૂ. ૬૦, હળદળ રૂ. ૧૭૦ પ્રતિ કિલો ભાવ હતા. જ્યારે આ વર્ષે મરચા રૂ.૨૦૦ , ધાણા રૂ.૧૫૦, જીરૂ રૂ. ૨૦૦, રાય રૂ. ૭૦, હળદળ રૂ. ૧૫૦ પ્રતિ કિલો ભાવ રહ્યા છે. આમ ગત વર્ષની સાપેક્ષે મરચા અને ધાણાના ભાવમાં વધારો નોંધાયો છે. હળદળના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે જીરૂ અને રાયના ભાવમા કોઈ નોંધપાત્ર વધારો કે ઘટાડો ન થઈને ગત વર્ષ જેટલા જ યથાવત રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text