મોરબી : આઈપીએલના મેચ પર જુગાર રમતા શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો

મોરબી : આઈપીએલની ચાલી રહેલી 20-20 ટુર્નામેન્ટમાં હારજીત અને રન ફેરનો જુગાર રમતા એક ઇસમને મોરબી એલસીબીએ રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબી પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે મોરબીના શનાળા રોડ પર આવેલ રજની પ્લાઝા કોમ્પ્લેક્ક્ષમાંથી આઇપીએલના મુંબઈ ઇન્ડિયન અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી ટી20 મેચમાં રન ફેર તથા હારજીતનો જુગાર રમતા દર્શન દિલીપભાઈ પરમાર , રહે. શનાળા રોડ, હાઉસીંગ બોર્ડ, મોરબી વાળાને ઝડપી પાડ્યો છે. કોમ્પ્લેક્ષની દુકાનમાંથી આરોપી પાસેથી રૂ.15000 રોકડા, એક ટીવી સેટ, સેટઅપ બોક્ષ, 3 મોબાઈલ મળી રૂ. 71200ની કિંમતના કુલ મુદ્દામાલ સહિત જુગાર ધારા મુજબ ધરપકડ કરી છે. હાજર નહિ મળી આવેલા તેના એક સાગરીત આરોપી વિજયસિંહ રાયજાદા, રહે. જામનગર વાળાની શોધખોળ હાથ ધરી છે. આ અંગેના ગુન્હાની તપાસ મોરબી સીટી. એ.ડીવી. ચલાવી રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news