મોરબી : પિતૃઓના મોક્ષાર્થે લાલપર ગામે ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબી : લાલપર ગામે લાલપર યુવા ગ્રુપ તથા સમગ્ર ગ્રામજનો દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે તા.15ને સોમવારથી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. સોમવારે પોથી યાત્રા તેમજ પોથી પૂજન સાથે સપ્તાહનો પ્રારંભ થયો હતો. નકલંક ધામ, બગથળા વાળા સંત શ્રી દામજીભગતના વરદ હસ્તે દીપ પ્રાગટય બાદ કથાનો વિધિવત પ્રારંભ થયો હતો.

આ ભાગવત સપ્તાહમાં તા.૧૬ને મંગળવારે કપિલ ભગવાન પ્રાગટય, તા. ૧૭ને બુધવારે નૃસિંહ પ્રાગટ્ય, તા.૧૮ને ગુરુવારે રામ જન્મ-કૃષ્ણ જન્મ, તા. ૧૯ને શુક્રવારે ગોવર્ધન પૂજા, તા.૨૦ને શનિવારે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ તેમજ તા.૨૧ને રવિવારે સુદામા ચરિત્રના પ્રસંગો ઉજવાશે. કથા દરમ્યાન દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે ધૂન ભજન તેમજ કથામાં પધારતા તમામ મહેમાનો માટે રોજ રાત્રે પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી છે. તા. ૨૧/૪/૧૯ને રવિવારે કથાની પુર્ણાહુતીના દિવસે સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પાલિકાના પ્રમુખ કેતન વિલપરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આયોજક લાલપર ગામ સમસ્ત તથા લાલપર યુવા ગ્રુપ દ્વારા ભાવિકોને કથા શ્રવણ, ધૂન ભજન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે ભક્તિભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news