મોરબી રેડિયોમાં આજે સાંભળો જોય ઓફ ગિવિંગ ગ્રુપના ભાવીપ્રસાદ રાવલને

- text


 નિવૃત પોસ્ટ માસ્તર ભાવીપ્રસાદ રાવલ સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર. જે રવિ બરાસરા કરશે સીધો સંવાદ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ભાવીપ્રસાદ રાવલ, કે જે ‘જોય ઓફ ગિવિંગ’ નામનું ગ્રુપ ચલાવે છે, તેમની સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આ શોમાં આજે નિવૃત પોસ્ટ માસ્તર ભાવીપ્રસાદ રાવલ મહેમાન બનવાના છે. તેઓ નિવૃત્તિ પછી ‘જોય ઓફ ગિવિંગ’ નામનું ગ્રુપ ચલાવે છે, જેમાં તેઓ તથા તેમના જેવા ઘણા નિવૃત માણસો જોડાયેલા છે. તેઓ પોતાના પેંશનનો અમુક ભાગ સરકારી શાળાઓના બાળકો માટે વાપરે છે. મોરબી ઉપરાંત અમદાવાદ, મુંબઈ તથા વિદેશના દાતાઓ પણ તેમના આ કાર્ય માટે તેમને ફંડ પૂરું પાડે છે તથા બાળકોને જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડે છે.

- text

‘જોય ઓફ ગિવિંગ’ એટલે કે આપવાનો આનંદ ખરેખર અવર્ણનીય હોય છે. આ વાતને સાબિત કરતા ભાવીપ્રસાદ રાવલ સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે તેમને સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text