હળવદના માલણીયાદ ગામે ખેતરમાં ભીષણ આગ

આગને કારણે ઘઉં અને તલના પાકને મોટું નુકસાન : ખેતર પરથી પસાર થતા વીજ વાયરમાંથી તણખા પડતા આગ લાગયાનું અનુમાન

હળવદ : હળવદના માલણીયાદ ગામે આવેલા ખેતરમાં ભીષણ આગ લાગી હતી અને આ આગમાં ખેતરમાં રહેલા ઘઉં અને તલના પાકને મોટું નુકસાન થયું હતું.જોકે ખેતર ઉપરથી પસાર થતા વિજવાયરમાંથી તણખા પડતા આ આગ લાગયાનું તારણ નીકળ્યું છે.

આ આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના માલણીયાદ ગામે આવેલા ખેતરમાં ગતરાત્રીના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગની લપેટમાં આખું ખેતર આવી જતી આગની ભીષણ જ્વાળાથી ખેતર ભડભડ સળગવા લાગ્યું હતું. આથી ખેતરમાં ઘઉંનો ઉભો પાક અને તલનો પાક બળીને રાખ થઈ ગયો હતો.જોકે આ આગની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.મોડે સુધીમાં આ આગ કાબુમાં આવતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news