વાંકાનેર : સીરામીકના કારખાનામાં અગાસી ઉપરથી પડતાં મજૂરનું મોત

જ્યારે બીજા બનાવમાં ઢુવા પાસે આનંદ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરનો આપઘાત

વાંકાનેર : વાંકાનેરના રાતાવિડા ગામે કલર્સ ગ્રેનાઇટો પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં લેબર કોલોનીમાં પાણીના ટાંકામાં પાણી ચેક કરવા જતાં પગ લપસતા આકાશ નૈનસિંગ યાદવ ઉંમર વર્ષ 18 નીચે પટકાતા માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમની મૃત જાહેર કરતાં વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ બીટ જમાદાર સુરેશભાઈ ચલાવી રહ્યા છે.

જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ આનંદ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની મજૂરોની ઓરડીમાં રહેતા સુરેશભાઈ અંબારામભાઈ કટારીયા ઉંમર વર્ષ 24 એ કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાય આત્મહત્યા કરેલ હોય વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ ચલાવી રહી છે

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news