વાંકાનેર : મર્ડર પ્રકરણમાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી તાલુકા પોલીસ

વાંકાનેર : મેસરિયા ગામે પ્રેમ સંબધમાં પ્રેમિકાના ભાઈ જયંતિ મેરામભાઇ રાઠોડ રહે. મેસરિયા એ તેમની બહેનના પ્રેમી વિજય છગનભાઇ કોળી (ઉમર વર્ષ 20, રહે. મેસરિયા)ને છરીના ઘા મારી હત્યા કરી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તા.13/4/2019ના રાત્રિના નોંધાઈ હતી.

આ કામના આરોપીને મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની સૂચનાથી અને ડીવાયએસપી બનો જોશીના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી. અને જ્યારે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ગઈકાલ સાંજનાં સમયે એવી માહિતી મળી હતી કે આરોપી જયંતિ વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચે ઉભો છે અને ભાગવાની ફિરાકમાં છે, ત્યારે તાત્કાલિક તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલ અને પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.