મોરબી પંથકમાં કમોસમી છાંટા

મોરબી : મોરબી પંથકમાં આજે સાંજના સુમારે કમોસમી છાંટા વરસ્યા છે. જો કે હાલ ગરમીનો પારો પણ ઊંચે ગયો હોય છાંટા પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી.

મોરબી સહિત સૌરાષ્ટ્રભરમા આજે સવારથી જ વાતાવરણમા અચાનક પલટો આવી ગયો હતો. છેલ્લા ઘણા દિવસથી ગરમી ખૂબ વધુ પ્રમાણમાં રહેતી હતી. ત્યારે આજે વાતાવરણ વાદળછાયુ રહ્યું હતું. ઉપરાંત ભારે પવન પણ રહ્યો હતો. આ દરમિયાન આજે સાંજના અરસામાં મોરબી પંથકમાં છાંટા પણ વરસ્યા છે. છાંટા વરસતા ભર ઉનાળે ઠંડક પ્રસરી જતા લોકોને થોડા અંશે ગરમીમાથી રાહત મળી છે.