મોરબી : એલ.ઇ કોલેજ ટીમ વિઝન ગ્રુપ દ્વારા થઇ રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ

મોરબી : શહેરની જાણીતી એલઇ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પાછલા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત એલ.ઈ કોલેજ ટીમ વિઝન ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા એલ.ઈ કોલેજ વિસ્તારની આજુ બાજુમાં ચકલીઓના માળા તેમજ પાણી માટેના કુંડા મુકવામાં આવ્યા હતા. હાલમાં પડી રહેલી ભયંકર ગરમીને કારણે પક્ષીઓને રાહત આપવા એલ.ઈ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ વિસ્તારમાં સો જેટલા ચકલીના માળા તેમજ પચાસેક જેટલા પાણી માટેના કુંડા મુકવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મોરબી જિલ્લાના અંતરિયાળ ગામોમાં પ્રગતિ ક્લાસીસના સહયોગથી ૧૫૦ જેટલા બાળકોને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એલ.ઈ કોલેજના ટીમ વિઝન ગ્રુપ દ્વારા શનિવાર તેમજ રવિવારની રજાઓમાં ઝુંપડપટ્ટીના બાળકોને વિનામૂલ્યે ઝુંપડપટ્ટીમાં જઈને અભ્યાસ કરાવવામાં પણ આવે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news