મોરબી : મણિધર હનુમાનજી મંદિરે 19મીએ પંચકુંડી સુંદરકાંડ યજ્ઞ

મોરબી : મોરબીમાં લાતી પ્લોટ ખાતે આવેલા મણિધર હનુમાનજી મંદિરે હનુમાનજયંતિ નિમિતે તારીખ 19ને શુક્રવારે સવારે 6:00 વાગ્યાથી પંચકુંડી સુંદરકાંડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજન હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 31 વર્ષ પૂર્ણ થયા એ નિમિતે પણ કરવામાં આવ્યું છે.

આ યજ્ઞનો પ્રારંભ સવારે 6:00 કલાકે, ધ્વજારોહણ સવારે 9:00 કલાકે તથા યજ્ઞ પુર્ણાહુતી બપોરે 11:00 કલાકે થશે. યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી જીતેન્દ્રપ્રસાદ ખેલશંકર વ્યાસ છે. સાંજે 7:00 થી 10:00 સુધી આશર કોમ્યુનિટી હોલ , લાતી પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના મુખ્ય યજમાન ઓ. પી. કાબરા-કાબરા એન્ડ કંપની પરિવાર છે, જયારે અન્ય યજમાનો પવન મથુરાદાસ સાંઘી, પ્રમોદ શિવકુમાર જોશી, કિશનકુમાર સત્યનારાયણ મિશ્રા તથા મૌલિક ચંદુભાઈ મૌઢા છે. આ યજ્ઞ યોજવા બદલ કાબરા એન્ડ કંપની, લેક્સસ ગ્રુપના બાબુભાઇ પટેલ, મીરા ટઈમના ગીરીશભાઈ રાચ્છ, વિશાલ ઈમ્પૅક્સના હર્ષદભાઈ પંડિત, સિમકો સેલ્સના નેમિષભાઈ પંડિત, આકાર ટાઈમના મનીષભાઈ સેતા તથા ભોલે ગ્રુપ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ યજ્ઞના નિમંત્રક મંદિરના મહંત હરિદાસજી મહારાજ તથા અન્ય સેવકગણે જાહેર જનતાને આ પ્રસંગનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news