મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અંગ્રેજી દારૂનું આઇસર સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

દારૂની ૪૬૯ બોટલો, એક આયશર મેટાડોર, બલેનો ફોરવીલ ગાડી, છ મોબાઇલ સહિત કુલ રૂ.૧૧૧૯૧૦૦નો મુદ્દામાલ જપ્ત

હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી નું કલમ અમલવારી કરાવવા ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલ છે પરંતુ બુટલેગરો તેમાંથી પણ રસ્તો ગોતી અલગ અલગ મોડલ્સ પ્રિન્સી અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની રહ્યા છે આવા જ એક બનાવમાં આજે મોરબી એલસીબી પીઆઇ જાડેજાની ખાનગી હકીકત મળતા વાંકાનેર બાઉન્ડ્રી પાસે એલસીબી સ્ટાફ સાથે વોચમાં હતા ત્યારે એક આયશર મેટાડોરમાં ફોરવિલ ગાડી ભરી ઉપરના ભાગે તાલપત્રી ના વચ્ચે છુપાવીને લવાતો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે આ અંગ્રેજી દારુમાં blender pride whisky વોડકા બ્લેક એન્ડ વાઈટ સિગ્નેચર અને એન્ટિક યુનિટીની કુલ 469 બોટલ એક આઈસર ટ્રક GJ06XX9516 તેમજ બલેનો ગાડી GJ05CF1122 તથા મોબાઈલ નંગ છો આમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧૧૧૯૧૦૦ સાથે ત્રણ આરોપીની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.