મોરબી રેડીયોમાં આજે પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજના હાતિમભાઈ રંગવાલા સાથે પ્રેરણાત્મક સંવાદ

- text


પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અન્ય પ્રજ્ઞાચક્ષુઓને સ્વમાનભેર જીવન જીવવાની પ્રેરણાપુરી પાડનાર હાતિમભાઈ સાથેનો વાર્તાલાપ સાંભળવાનું ચૂકશો નહિ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ‘પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજના હાતિમભાઈ રંગવાલા સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અન્ય પ્રજ્ઞાચક્ષુઓને સ્વમાનભેર જીવન જીવવાની પ્રેરણાપુરી પાડનાર હાતિમભાઈ સાથે થશે આજના શોમાં પ્રોત્સાહક વાર્તાલાપ થવાનો છે.

મોરબી અપડેટ દ્વારા મોરબી શહેરનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે. આ રેડિયોથી અલગ અલગ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર પ્રતિભાઓ વિશે લોકો ને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આ શોમાં આજે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના મેનેજર હાતિમભાઈ રંગવાલા મહેમાન બનવાના છે. હાતિમભાઈ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે તેમ છતાં તેઓ કુદરતે આપેલી ખોટને અવગણીને આજે અન્ય પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ખુશીઓના રંગ પુરી રહ્યા છે. તેઓ પ્રજ્ઞાચક્ષુઓને પગભર બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત રહ્યા છે. તેઓએ આજ સુધીમાં અનેક પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનોને તાલીમ આપીને સક્ષમ બનાવ્યા બાદ વિવિધ જગ્યાએ નોકરીએ પણ રખાવી દીધા છે. ઉપરાંત પ્રજ્ઞાચક્ષુઓને પ્લેટફોર્મની સાથે રોજીરોટી મળી રહે તે માટે તેઓએ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રૂપ પણ બનાવ્યું છે. ઉપરાંત તેઓએ દાતાઓના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓ માટે આવસનું નિર્માણ પણ કરાવ્યું છે.

હાતિમભાઈનું જીવન સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. ત્યારે આજના આ શોમાં તેઓ સાથે ખૂબ પ્રેરણાત્મક વાર્તાલાપ આર.જે. રવિ બરાસરા દ્વારા થવાનો છે. તો આજે રાત્રે 9 વાગ્યે તેમને સાંભળવાનું ચૂકશો નહીં. આ ઉપરાંત આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે.

- text