હળવદ કોંગ્રેસનું કાર્યાલય દિનેશ પટેલના હસ્તે ખુલ્લુ મુકાયુ

શહેરમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો આજથી કરાયો પ્રારંભ : મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર

હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી પણ લોકસભાની સાથે યોજાઈ રહી છે ત્યારે હળવદ શહેરમાં કોંગ્રેસની કાર્યાલયની આજરોજ હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલના હસ્તે ખુલ્લી મુકાઈ હતી. આ તકે બહોળી સંખ્યામાં આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાની સાથો સાથ હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદ શહેરના ટીકર રોડ પર કોંગ્રેસની મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ સુરેન્દ્રનગર લોકસભા ઉમેદવાર સોમાભાઈ પટેલ અને વિધાનસભાના ઉમેદવાર દિનેશભાઈ પટેલ બેનર તળે યોજાયો હતો. આ વેળાએ કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલના હસ્તે રિબીન કાપી કાર્યાલયને ખુલ્લી મુકાઈ હતી. આ તકે હળવદ – ધ્રાંગધ્રા કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલે ખુલ્લી મુકાયેલ મધ્યસ્થ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી કોંગ્રેસ પક્ષના બુથને મજબુત બનાવવા હાકલ કરાઈ હતી. આ કાર્યક્રમ પ્રસંગે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી મનસુખભાઈ સરાવાડીયા, સનતભાઈ ડાભી, ભીખાભાઈ પટેલ, વાસુદેવભાઈ પટેલ, ડો. અનિલભાઈ પટેલ, વજાભાઈ પટેલ, અનિરૂધ્ધસિંહ ખેર, હિંમાંસુભાઈ મહેતા, ઓધાભાઈ ઠાકોર સહિત કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.