હળવદ : સુરવદર ખૂન કેસના આરોપીનો દસ હજારના શરતી જામીન પર છુટકારો

- text


હળવદ : ગત તા.20/12/2018ના રોજ નિતેશ જસમતભાઈ પટેલે હળવદ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી કે મરણ જનાર અશોકભાઈની પુત્રીની આરોપી અંકિતે છેડતી કરી હતી તેને સમજાવવા જતા ત્રિભોવનભાઈને છાતીમાં લાકડાનો ધોકો ફટકારતા તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં જેલ હવાલે રહેલા આરોપીને બન્ને પક્ષની દલીલોના અંતે કોર્ટે 10 હજારના શરતી જામીન પર મુક્ત કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે અશોકભાઇ ત્રિભોવન સુરાણીની પુત્રી ખુશીની આરોપીના દીકરા અંકિતે છેડતી કરી હોય અશોકભાઈ આરોપીને સમજાવવા જતા તેઓએ એક સંપ કરી અશોકભાઈ પર હુમલો કરી છાતીમાં લાકડાનો ધોકો માર્યો હતો જેનાથી અશોકભાઈનું મૃત્યુ થયું હતું. આ કેસમાં આઈ પી સી કલમ 302 હેઠળ જેલ હવાલે રહેલા આરોપીઓએ જામીન અરજી કરતા કોર્ટે જતીન મનસુખભાઇ દેસાઈને રૂપિયા 10,000ના શરતી જામીન પર છોડવા હુકમ કર્યો છે. આ કામમાં આરોપીઓ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયાએ એવી દલીલ કરી હતી કે આરોપી જતીન દ્વારા મૃત્યુ પામનારને ઇજા પહોંચી નથી, બનાવ સમયે તેઓ મોરબીમાં હાજર હતા નહિ કે બનાવ સ્થળે. આરોપીની નાની ઉંમર તેમજ તેનો કોઈ ગુન્હાહિત ભૂતકાળ ન હોવાથી તેઓ ક્યાંય નાસી કે ભાગી જાય તેમ નથી. આ કેસમાં હાઇકોર્ટ તેમજ સુપ્રીમકોર્ટના બેઇલનોટના જેલના સિદ્ધાંતો રજૂ કરી દલીલો કરવામાં આવી હતી. જેમાં દિલીપભાઈ અગેચણીયા સાથે જતીનભાઈ અગેચણીયા, પૂનમબેન અગેચણીયા, વિવેકભાઈ વરસડા, જીતેન્દ્રભાઈ સોલંકી, સુનિલભાઈ માલકીયા, હિતેષભાઈ પરમાર, નિધિબેન વાગડીયા તેમજ રણજીતભાઈ વિઠ્ઠલપરા કેસ દરમ્યાન રોકાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text