મોરબીમાં ફોરેસ્ટ ગાર્ડ રૂ. ૩૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

- text


વિડી વિસ્તારમાં નાસ્તો કરતા બે મિત્રો પર લાકડાની ચોરીનો આરોપ મૂકી કેસ નહિ કરવા માંગી હતી લાંચ

મોરબી : મોરબીમાં ફોરેસ્ટર ગાર્ડ રૂ.30હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાઇ ગયો હતો.જોકે ફોરેસ્ટર ગાર્ડએ વિડી વિસ્તારમાં નાસ્તો કરતા બે મિત્રો પર લાકડાની ચોરીનો આરોપ મૂકી આ અંગેનો કેસ નહિ કરવા આ લાંચ માંગી હતી અને આખરે એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ એસીબીની ટ્રેપના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતા એક અરજદાર અને તેનો મિત્ર આશરે 25 દિવસ પહેલા મોરબી નજીક આવેલા કાલિકાનગરની વિડી વિસ્તાર પાસેના હનુંમાંનજી મંદિરમાં દર્શન કરવા ગયો હતો અને પરત આવતી વખતે વિડીમાં બેસીને નાસ્તો કરતા હતા.તે સમયે મોરબી ફોરેસ્ટર વિભાગમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અને મોરબીની અમૃતપાર્ક શેરીમાં રહેતા ડાંગર અરવિદભાઈ રામભાઈ ત્યાં અવીને વીડીમાં લાકડા જોવા આવ્યા છો તેમ કહી ધમકાવી ગાળો આપી પોતાના મોબાઈલમાં અરજદાર અને તેના મિત્ર પાસે ગેરકાયદે કામ કરવા આવ્યા હોવાનું બોલાવીને તેનું રેકોડીગ કરી લાકડા ચોરીનો કેસ નહિ કરવા પ્રથમ રૂ.50 હજારની લાંચની માગણી કરી હતી.જેમાં રકઝક થતા અંતે રૂ.30 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું.બાદમાં અરજદાર યુવાને આ બાબતે એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે સુરેન્દ્રનગર એસીબીના પીઆઇ ઝેડ.જી.ચૌહાણ સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું અને આજે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે ચામુંડા ચા વાળી શેરીમાં એસીબીએ છટકું ગોઠવીને રૂ.30 હજારની લાંચ લેવા આવેલ ફોરેસ્ટર ગાર્ડને રંગેહાથે લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો.સુરેન્દ્રનગર એસીબીએ તેની સામે લાંચ લેવો ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text