હળવદમાં હાઇવે પર ખેડૂતો દ્વારા ચક્કાજામ

- text


હળવદ : માળીયા અમદાવાદ હાઇવે પર હળવદના ખેડૂતો દ્વારા વરિયાળીના ભાવ મુદ્દે ચક્કાજામ કરવામાં આવતા હાઈવેની બન્ને તરફ પાંચ પાંચ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા છે.

હળવદના આશરે એકાદ હજાર કરતા વધુ ખેડૂતોએ માળીયા અમદાવાદ હાઇવે ઉપર ઘસી જઇ રોડ પર પથ્થરો ગોઠવીને ચક્કાજામ સર્જતાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. આ લખાય છે ત્યારે સી આર પીની ટુકડી ઘટના સ્થળે પહોંચીને પાછલા દોઢ કલાકથી અવરોધાયેલા ટ્રાફિકને ક્લિયર કરાવવાની કવાયત હાથ ધરી છે.

વરિયાળીના ભાવ રૂ 1200 થી ઘટાડીને 1150 લેખે હરાજી શરૂ થતાં ખેડૂતો વિફર્યા હતા અને હાઇવે પર ઘસી જઈ ચક્કાજામ સર્જ્યો હતો. છેલ્લે મળતી વિગતો મુજબ ખેડૂતો હાલ માર્કેટિંગયાર્ડ ખાતે ઘસી જઈ હરાજી બંધ કરાવવા નીકળી ગયા છે.

ઉલ્લેખનીય છે કે આવતી 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર ખાતે ચૂંટણી સભા સંબોધવા આવનાર છે ત્યારે સી.એમ અને પી.એમની સામે કાળા વાવટા ફરકાવીને આ અંગે વિરોધ નોંધાવવાની ખેડૂતોએ પૂર્વ તૈયારી કરી હોવાનું જાણમાં આવ્યું છે. ત્યારે તંત્ર પણ આ દિશામાં હરકતમાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text