મોરબીમાં ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રા નીકળી

- text


 

રામનવમી નિમિતે આયોજિત શોભાયાત્રામા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા : જય શ્રી રામના ગગનભેદી નારાથી વાતવરણ ભક્તિમય બન્યું

મોરબી : મોરબીમા આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. ભાવિકો આ શોભાયાત્રામા વિશાળ સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં જય શ્રી રામના ગગનભેદી નારાઓથી આભ ગુંજી ઉઠ્યું હતું.

- text

આજ રોજ મોરબીમા રામ નવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામના જન્મોત્સવને વધાવવા માટે આજે અનેક મંદિરો સહિતના દેવ સ્થાનોમાં ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા નવા બસ સ્ટેન્ડથી શરૂ બાપાસીતારામ ચોક, રવાપર રોડ, ચક્કી હનુમાન, નહેરુ ગેઇટ, ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે વિરામ પામી હતી. શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી ત્યારે પ્રસાદ, શરબત, પાણી વિતરણ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શોભાયાત્રામા બજરંગ દળ, શિવસેના સહિતના સંગઠનો દ્વારા વિવિધ કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રામા જય શ્રી રામના ગગનભેદી નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

- text