મોરબીના જાંબુડીયામા લક્ષ્મીના ઢગલા પર સુવડાવીને દીકરીના જન્મના વધામણા કરાયા

- text


 

દિકરી સાપનો ભારો નહી પણ આંગણાનો તુલસી કયારો

મોરબી : મોરબીના જાંબુડિયા ગામે દીકરીનો જન્મ થયાના પ્રસંગને એક પરિવારે અનોખી રીતે ઉજવ્યો છે. આ પરિવારે દીકરીના જન્મને આવકારીને દીકરીનું લક્ષ્મીથી સ્વાગત કર્યું હતું. આ દીકરીના જન્મથી ઘરમા જાણે દિવાળીનો પર્વ હોય તેવો માહોલ છવાયો હતો.

ભારત દેશમાં દિવસે દિવસે દિકરાની અપેક્ષા રાખતા પરિવારોમાં દિકરીયુંનું પ્રમાણ ઘટતું જાય છે ત્યારે પહેલાના જમાનામાં દિકરીઓને દૂધ પિતી કરવાનો “કુ” રિવાજ હતો આજે એકવીસમી સદીના આધુનિક યુગમાં દીકરીના જન્મ પહેલાં જ અબોર્સંન કરાવી નાખવામાં આવે છે દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે. વચ્ચે થોડો સમય એવો પણ હતો કે દીકરાની લાલચમાં દીકરીને માતાની કૂખમાં મારવામાં આવે છે પણ હાલમાં જાગૃતતા વધતા લોકો દીકરીને પરિવાર વધાવી રહ્યા છે.

- text

પોતાના પરિવારમાં લક્ષ્મીના આગમનને સમજી રહ્યા છે મોરબી નજીકના જાંબુડિયા ગામના રહેવાસી હરેશભાઈ રામાનુજ (પિતા) તેમજ ડિમ્પલ બેન (માતા) જેને ઘરે દીકરીનો જન્મ થતાંની સાથે જ પચાસની નોટથી લઇ બે હજાર સુધીની નોટોના ઢગલા પર સુવડાવીને તેનું ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું. હરેશભાઈ અને ડિમ્પલબેનના જણાવ્યા મુજબ તે દીકરીનો જન્મ થતાં ખૂબ જ ખુશ થયા હતા માટે અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

- text