હળવદમા જુગાર રમતા ૭ પકડાયા : એક ફરાર

 

હળવદ : હળવદ પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રૂ. ૧૫,૨૦૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છૂટતા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદમા બસ સ્ટેન્ડ પાછળ વિહાભાઈ ઝાંઝણભાઈના રહેણાંક મકાનમાં પોલીસે જુગાર રમતા મયુર કિરીટભાઈ બાર, કાંતિ નાનજીભાઇ પરમાર, પ્રમોદ ડાયાભાઇ પરમાર, સંજય મહિપતભાઈ પિત્રોડા, જયંતિ ભાનુભાઈ પરમાર, ભરત પ્રેમજીભાઇ પરમાર અને વિજય મનસુખભાઈ વાઘેલાને રૂ. ૧૫,૨૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય એક શખ્સ વિહા ઝાંઝણભાઈ નાસી છુટતા પોલીસે તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.