હળવદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ

 

આંબેડકર યુવા ગ્રુપનું આયોજન : પી.આઈ.અને મામલતદારે કેક કાપી ડો.બી.આર.આંબેડકરની જન્મ જયંતિની કરી ઉજવણી

હળવદ : હળવદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હળવદ મામલતદાર અને હળવદ પી.આઈ.એ કેક કાપી ભારત રત્ન ડો.બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. ત્યારબાદ બાબાસાહેબની પ્રતિમાને દલિત સમાજના આગેવાનો અને યુવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, યુવાનોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

હળવદ સમસ્ત દલિત સમાજ દ્વારા આજરોજ ડા.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ તેમજ કેક કાપી ઉજવણી કરવામાં આવી જેમાં હળવદ મામલતદાર વી.કે. સોલંકી અને હળવદ પી.આઈ. એમ.આર. સોલંકી સહિત દલિત સમાજના આગેવાનોએ કેક કાપી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, યુવાનો સહિત બાળકો જય ભીમના નારા સાથે હોંશભેર જોડાયા હતા. ત્યારબાદ દલિત સમાજના આગેવાનો અને યુવાનોએ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મહાન વિભુતિ અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિ નિમિત્તે આંબેડકર યુવા ગ્રુપ તેમજ દલિત સમાજ દ્વારા ટીકર રોડ પર આવેલ ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે હળવદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.