વાંકાનેર તાલુકાના જાલીડા ગામે કોહવાયેલો મૃતદેહ મળ્યો : હત્યા કે કુદરતી મોત?

- text


ચારથી પાંચ દિવસ પહેલાં મૃત્યુ થયાનું અનુમાન : કોહવાયેલા મૃતદેહને કૂતરાઓએ ફાડી ખાધો : લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે ફોનેક્ષ કારખાનાની પાછળની સાઈડ અવાવરું જગ્યાએ કોઈ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની વાંકાનેર તાલુકા પોલીસને માહિતી મળતાં વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર જઇ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી આ મામલો હત્યાનો છે કે કુદરતી મોતનો એ અંગે તપાસ હાથ ધરી અજાણ્યા પુરૂષના વાલીવારસોની શોધખોળ હાથ ધરેલ છે.

મળતી માહિતી મુજબ ગત સાંજે વાંકાનેર તાલુકાના જાલીડા ગામના રમેશભાઈ હેમુભાઇ કોળીએ વાંકાનેર તાલુકા પોલીસની જણાવેલ છે કે તેઓ કુદરતી હાજતે જવા કારખાનાની પાછળ ખરાબામાં જતાં ત્યાં બાવળની ઝાડીમાં કુતરા ભસવાનો અવાજ આવતાં ત્યાં જઈને જોતાં કોઈ અજાણ્યા પુરુષ ઉંમર વર્ષ આશરે 30 થી 35 વર્ષ વાળાની લાશ પડી હોવાનું જોવા મળતાં તેમણે પોલીસને જાણ કરેલ.

- text

વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.ડી. પરમારે સ્થળ પર નિરીક્ષણ કરી લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે અને આ અજાણ્યા પુરુષ કે જેને લાલ-કાળા-વાદળી કલરના ચેકસવાળો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવાં માટે પ્રયાસો હાથ ધરેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text