વાંકાનેરમાં અમદાવાદના ચીટર પરિવારે વધુ એક પરિવાર સાથે છેતરપિંડી કરી

- text


અમદાવાદના આરોપી ચીટર મુકેશ પટેલે અગાઉ મહેસાણામાં નકલી ડીવાયએસપી તરીકે ઓળખાણ આપી અને ખેડૂતો સાથે છેતરપિંડી આચરેલ : હિંમતનગરમાં નકલી ડીએસપી બની યુવાનોને નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરેલ : વિસનગરમાં નકલી એડવોકેટ બની છેતરપિંડી આચરેલ : મહેસાણામાં નકલ ડીએસપી બની લાખો રૂપિયાનું કબુતર વીઝા કૌભાંડ આચરેલ

અમદાવાદના રહેવાસી અનેક ચીટીંગ કૌભાંડમાં સંડોવાયેલા પટેલ પરિવારના ચાર શખ્શોએ ખેતીની જમીનની બાજુમાં આવેલ ખરાબો ખેડૂતના નામે કરાવી દેવાના બહાને વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી બાદમાં જમીન તેના નામે નહિં કરી છેતરપીંડી આચરી હોય જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦બી, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.એ. ગોહિલ ચલાવી રહ્યા છે.

વાંકાનેરના લુણસરના રહેવાસી નરભેરામભાઈ વાઘજીભાઈ વસીયાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મુકેશભાઈ જેઠાભાઈ પટેલ, તેની પત્ની હંસાબેન મુકેશભાઈ પટેલ, દીકરી પુજાબેન મુકેશભાઈ પટેલ અને દીકરો નિસર્ગ ઉર્ફે રાજા ઉર્ફે યસ મુકેશભાઈ રહે બધા અમદાવાદ માધવ હોમ્સ વાળાએ તા. ૧૨-૦૮-૨૦૧૮ ના રોજ કાવતરૂ રચી ફરિયાદીની ખેતીની જમીનની બાજુનો ખરાબો ફરિયાદીના નામે કરાવી આપવાનું કહીને વિશ્વાસમાં લઇ ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા લઈને ખરાબો તેના નામે નહિં કરી છેતરપીંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે

- text

વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપી હંસાબેન પટેલ અને પુજાબેન પટેલની અટકાયત કરી કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવી જેલ હવાલે કરેલ છે જયારે અન્ય આરોપીની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે જમીનના નામે પાંચ લાખની છેતરપીંડી કરનાર અમદાવાદના પરિવાર સામે થોડા સમય પૂર્વે જ મોરબીમાં અનેક લોકો સાથે ૧.૮૨ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી જે મામલે પોલીસે ધરપકડ કરી હતી અને આરોપીની પૂછપરછ ચલાવી હતી અને ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનમાં આ ચિટર મુકેશ પટેલ વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે તો આ પરિવારનો ભોગ બનેલ વધુ એક વ્યક્તિએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં વાંકાનેર પંથકમાં ચકચાર મચી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text