વાંકાનેર : આશાસ્પદ યુવાનની ક્રૂર હત્યા

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસે છેવાડાના મેસરીયા ગામે આજે સાંજે એક કોળી યુવાનની ક્રૂર હત્યા કરાયેલ લાશ મળી આવેલ છે

મળતી માહિતી મુજબ મેસરીયા ગામના સરપંચે વાંકાનેર તાલુકા પોલીસને ટેલિફોનિક જાણ કરી એક યુવાનની મેસરીયાના ડુંગર ઉપર અવાવરુ ઓરડીમાં લાશ પડી હોવાની જાણ કરતાં વાંકાનેર તાલુકા પીએસઆઇ અને મામલતદાર નો કાફલો સ્થળ પર પહોંચી ગયેલ જ્યાં મેસરીયા ગામના વિજય છગનભાઈ કોળી ઉંમર વર્ષ 20 વાળાની કોઈ અજાણ્યા શખ્સોએ ક્રૂરતાપૂર્વક શરીરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું ફલિત થયેલ છે.

અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ હત્યાકાંડમાં પ્રેમ પ્રકરણ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે હાલ લાસને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાય છે અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરેલ છે આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઇ એસ એ ગોહિલ ચલાવી રહ્યા છે.