મોરબીની ચાર પેઢીમાં જીએસટીની રેડ : રૂ.6 લાખની ટેક્સ ચોરી ઝડપાઇ

- text


એક પેઢીમાંથી જીએસટી ચોરી પકડાઈ : બે પેઢીમાં કરાતી સઘન તપાસ

મોરબી : મોરબીની ચાર પેઢીમાં રાજકોટ એસ.જી.એસ.ટી.વિભાગે કરચોરી મામલે દરોડા પાડી સઘન તપાસ હાથ ધરી છે.જેમાં ચાર પેઢી પૈકી એક પેઢીમાં રૂ.6 લાખની જીએસટી ચોરી બહાર આવી છે અને અન્ય એક પેઢીમાંથી હિસાબી રેકર્ડ કબજે કરાયું છે.જોકે બે પેઢીમાં હજુ પણ સઘન તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ એસ.જી.એસ.ટી વિભાગ માટે મોરબી ટેક્સ ચોરી માટે દરોડા પાડવા માટે જાણે એપી સેન્ટર બની ગયું હોય તેમ સમયાંતરે જીએસટી વિભાગ દ્વારા મોરબીમાં વ્યાપકપણે દોરડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે મોરબીમાં તાજેતરમાં બોગસ બીલીગ કૌભાંડ ઝડપાયો હતું.જેમાં અનેક શખ્સોની ધરપડક કરીને તપાસ કરવામાં આવી રહી છે અને કરોડો રૂપિયાની જીએસટી ચોરી પણ બહાર આવી હતી. ત્યારે મોરબીમાં વધુ કોઈ બોગસ બીલીગ કૌભાંડ ન બને તે માટે આગોતરા પગલાં ભરવા માટે અમદાવાદથી જીએસટી વિભાગમાંથી આદેશ છૂટ્યા હતા.જેના અનુસંધાને રાજકોટના એસ.જી.એસ.ટી. વિભાગ દ્વારા ગઈકાલે મોરબીની ચાર પેઢીમાં દોરડાના દોર શરૂ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં ચાર પેઢીમાંથી એક પેઢીમાં રૂ.6 કરોડની ટેક્સ ચોરી ઝડપાઇ હતી અને બીજી પેઢીમાંથી હિસાબી રેકર્ડ કબજે કરાયું છે.જ્યારે બાકીની બે પેઢીમાં સઘન તપાસ ચાલી રહી છે.અને આ તપાસ લાંબી ચાલશે.તપાસના અંતે મોટી ટેક્સ ચોરી ઝડપાઇ તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text