મોરબી રેડિયોમાં આજે સાંભળો ડૉક્ટર જે એમ કતિરાને

- text


મહેમાનો ઓ વ્હાલા શોમાં ડો. જે.એમ. કતિરા સાથે આર. જે. રવિ બરાસરા ઋતુ પરિવર્તન વખતે સ્વાસ્થ્યનું ધ્યાન કેમ રાખવું તે વિષય પર સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના હેડ ડૉક્ટર જે એમ કતિરા મહેમાન બનવાના છે. તેઓ ઋતુ પરિવર્તન વખતે સ્વાસ્થ્યનુ ધ્યાન કઈ રીતે રાખવું તે અંગે આર. જે. રવિ બરાસરા સાથે સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબી શહેરનો અલગ રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં નામના પ્રાપ્ત કરનાર તથા સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાઓ સાથે મુલાકાત ગોઠવીને તેમના કર્યો વિશે જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આ શોમાં આજે મોરબીમાં જાણીતા ડૉક્ટર જે એમ કતિરા મહેમાન બનશે. ઋતુ પરિવર્તન તથા કાળઝાળ ઉનાળાની શરૂઆતના દિવસોમાં સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખવું, લૂ લાગે ત્યારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, ઉનાળામાં કેવા કપડાં પહેરવા, કેવો ખોરાક લેવો તે બાબતે ડો કતિરા માહિતી તથા માર્ગદર્શન આપશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ ઉપરાંત આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text