મોરબીમાં હદપાર હુકમનો ભંગ કરનાર શખ્સની ધરપકડ

 

મોરબી : મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર થયેલા શખ્સને મોરબી એસઓજીની ટીમે હદપાર હુકમનો ભંગ કરવા બદલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમા વેજીટેબલ રોડ પર અરૂણોદય મિલ સામે રહેતા જસબ હબીબ જામ ઉ.વ. ૩૦ને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો છે. તેમ છતાં આ શખ્સ મોરબીમાં હોવાથી એસઓજીની ટીમે હદપાર હુકમનો ભંગ કરવા બદલ તેને પકડી પાડી બી ડિવિઝન પોલીસને હવાલે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.