હળવદ : કેનાલમાં દેડકા કાઢવા બાબતે યુવાનને માર માર્યો

- text


હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક પસાર થતી કેનાલમાં દેડકા કાઢવા બાબતે યુવનને એક શખ્સે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર હળવદના દેવીપુર ગામે રહેતા નારાયણભાઈ દેવશીભાઈ તારબૂદીયા ઉ.વ.35એ જ્યંતીભાઈ ઠાકરશીભાઈ સોનાગ્રા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગતતા.8ના રોજ હળવદના કડીયાણા ગામની સિમમાંથી પસાર થતી કેનાલ પાસે હતા.તે સમયે આરોપીએ કેનાલમાં દેડકા કાઢવા બાબતે ઝઘડો કરી યુવાનને પાઈપથી માર માર્યો હતો.આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text