મોરબી એસપી દ્વારા ત્રણ તાલુકામાં વિશાળ ફ્લેગ માર્ચ : તમામ ગામના સરપંચો સાથે બેઠક

- text


ચૂંટણીમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી, હળવદ અને માળિયા તાલુકાના ગામોની મુલાકાત લેતી પોલીસ અધિકારીઓની ટીમ
મોરબી : મોરબી જિલ્લામા ચૂંટણી વખતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસપી ડો. કરનરાજ વાઘેલા દ્વારા જિલ્લાભરમાં ફ્લેગમાર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તેમની આગેવાનીમાં પોલીસ અધિકારીઓએ મોરબી, માળિયા અને હળવદ તાલુકાના ગામોની મુલાકાત લઈને ત્યાંના સરપંચો સાથે બેઠક પણ કરી હતી.

મોરબી જિલ્લામાં ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમા મતદાન થાય તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમા એસપી ડો. કરનરાજ વાઘેલા દ્વારા સમગ્ર જિલ્લામાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામા આવ્યું છે. આજે આ ફ્લેગમાર્ચમા એસપી ડો. કરનરાજ વાઘેલાની આગેવાનીમાં પોલીસ અધિકારીઓએ મોરબી તાલુકાના ઘુંટુ, મહેન્દ્રનગર, નીચી માંડલ, ઉંચી માંડલ તેમજ હળવદ તાલુકાના સુંદરી ભવાની, માથક, ચરડવા, જુના દેવડીયા, નવા દેવડીયા તેમજ માળિયા તાલુકાના ખાખરેચી, માળિયા શહેર, માણાબાર અને અણીયારી સહિતના ગામોની મુલાકાત લઈને ત્યાં સરપંચો સાથે મુલાકાત કરીને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયાસો કરવાની અપીલ કરવામા આવી હતી.

- text

આ ફ્લેગ માર્ચમાં એસપી. ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી, એ ડિવિઝન પીઆઈ આર.જે.ચૌધરી, બી ડિવિઝન પીઆઈ આઈ.એમ.કોંઢિયા, મોરબી તાલુકા પીએસઆઈ એન.જે.રાણા, વાંકાનેર તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલ, માળીયા મિયાણા પીએસઆઈ જે.ડી.ઝાલા, હળવદ પીઆઈ એમ.એચ.સોલંકી, જીલ્લા ટ્રાફિક પીએસઆઈ પી.આર.વાઘેલા, એસઓજી પીઆઈ જે.એમ.આલ, એલસીબી પીએસઆઈ આર.ટી.વ્યાસ સહિતના જિલ્લાભરના પોલીસ અધિકારીઓ જોડાયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text