મોરબી જિલ્લાના પોલીસ કર્મીઓનું લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ

- text


, જીઆરડી અને હોમગાર્ડસના મળીને કુલ 650 કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરશે.

મોરબી : મોરબી જિલ્લાના પોલીસ તથા જીઆરડી અને હોમગાર્ડના જવાનોનું આજે લોકસભાની ચૂંટણી માટે મોરબી એ ડિવિઝન ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન શરૃ કરવામાં આવ્યું છે.આ મતદાન પ્રક્રિયા માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને આજ સાંજ સુધીમાં કુલ 650 જેટલા જવાનો મતદાન કરશે.

લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે ચૂંટણી ફરજ માટે મુકાતા પોલીસ સહિતના કર્મચારીઓની નિયમ મુજબ અગાઉથી મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારથી નિર્ધારિત સમયે મોરબી એ ડિવિજન પોલીસ મથક ખાતે પોલીસ સહિતના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન શરૃ કરવામાં આવ્યું છે.આ બાબતે મોરબી એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,લોકસભાની ચૂંટણીમાં પોલીસ સહિતના કર્મચારીઓ ચૂંટણી ફરજમાં મુકતા હોય છે.આથી તે દિવસે મતદાન કરી શકતા ન હોય અગાઉથી ચૂંટણી માટે મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચના નિયમ મુજબ આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ મતદાન પ્રક્રિયા માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.મોરબી ,વાંકાનેર અને ટંકારા વિધાનસભા વિસ્તારના પોલીસ તથા જીઆરડી અને હોમગાર્ડના જવાનો મોરબી એ ડિવિઝન ખાતે અલગ અલગ રીતે ગોઠવાયેલી મતદાનની વ્યવસ્થામાં મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને આજ સાંજ સુધીમાં કુલ 650 જેટલાં કર્મચારીઓ મતદાન કરશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text