વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

 

વાંકાનેર : વાંકાનેરમાં જહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર પોલીસે ગતરાત્રે બાતમીના આધારે વાંકાનેરના પતાળેશ્વર મહાદેર મંદિર પાસે પતાળીયા હોકળામાં પુલ નીચે તીનપતિનો જુગાર રમતા રઘુભાઈ અમરશીભાઈ સારદિયા, અહેમદભાઈ હુસેનભાઈ રવાણી, બીજલભાઈ મોમભાઈ ફાગશિયા, આમદભાઈ જુસબભાઈ કારીયાણીને રૂ 1570ની રોકડ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.