મોરબીમાં 14મીએ ડો.પ્રશાંત મેરજાની પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પ

- text


જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન,ફ્રી સારવાર તથા દવા મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી : મોરબીમાં મેરજા પરિવાર દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ડો.પ્રશાંત મેરજાની 11 મી પુણ્યતિથિ નિમિતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, ફ્રી સારવાર તથા દવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિવિધ મેડિકલ સેવા કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર ડો.પ્રશાંત મેરજાનું કેટલાક વર્ષો અગાઉ માર્ગ અકસ્માત અવસાન થયું હતું.ત્યારે મેરજા પરિવાર દ્વારા પોતાના વ્હાલસોયા પુત્રને તેમના દરિદ્ર નારાયણની સેવા કરવાના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક કરીને દર વર્ષે તેની પુણ્યતિથિએ દરિદ્ર નારાયણની સેવા કરીને દિવંગત પુત્રને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ મેરજા પરિવાર દ્વારા દિવંગત ડો.પ્રશાંત મેરજાની11 મી પુણ્યતિથિ નિમિતે તા.14ને રવિવારે સવારે 8-30 થી 12 વાગ્યા સુધી ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ, વાવડી ચોકડી નજીક અતુલ ઓટોની બાજુમાં મોરબી ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, ફ્રી સારવાર તથા દવા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડો.ડો.ભાવિન ગામી, ડો.હિતેશ કણઝારિયા,ડો.અલ્પેશ રાકજા, ડો.સાગર હાસલીયા, ડો.અરવિદ મેરજા,ડો.પ્રયેશ પંડયા,ડો.અલ્પેશ રંગપરિયા અને ડૉ.પ્રમિત ભોરણીયા પોતાની માનદ તબીબી સેવા આપશે.તેથી આ કેમ્પનો બહોળી સંખ્યામાં જરીરીયાતમદ દર્દીઓને લાભ લેવા મેરજા પરિવારે અપીલ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text