વાંકાનેરમાં પોલીસના બંધ મકાનમાં ચોરી : બે દિવસની આનાકાની બાદ ફરીયાદ નોંધાય

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે અમદાવાદ નોકરી કરતાં પોલીસ કોન્સ્ટેબલના બંધ મકાનમાં અજાણ્યા ઈસમો દ્વારા મકાનનાં તાળા તોળી તીજોરીમાં રહેલ સોનાની બૂટી, ચાંદીના સાંકળા અને રસોડામાં રહેલ પીતળની થાળી સહીતની કીંમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી

બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકા મહીકા ગામે આવેલા જ્યોતિબેન ચંદુભાઈ ચાવડા ( ઉ.વ. 50 રહે.હાલ અમદાવાદ, મુળ. મહીકા તા. વાંકાનેર) ના બંધ મકાનમાંથી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવામાં આવી છે.

આ ચોરીના બનાવની ફરીયાદ મુજબ ફરીયાદી જ્યોતિબેનના દીકરા તા.08/04 ના રોજ પોતાના વતન મહીકા ખાતે સગાઈમા આવ્યા હોય જે પોતના ઘરે આંટો મારવાં જતાં ઘરના તાળાં તુટેલા જોવા મળતા તેની માતાને ફોન કરી જાણ કરતાં ફરિયાદી બીજે દીવસે આવી ચેક કરતાં ચોર મકાનનાં તાળા તોડી તીજોરીમાં રહેલ બે જોડી સોનાની બુટી, ચાંદીના સાંકળા તથા ઘરમાં રહેલ 25 પીતળની થાળી, 5 કાંસાની થાળી અને બારણાના પીતળના નકુચા સહીત કુલ રૂપિયા 14,900 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાનું જણાતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદીની દીકરી વૃંદાબેન અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આ ચોરીની ફરિયાદ સંદર્ભે તેમની માતા સાથે તે પણ ફરિયાદ નોંધાવા આવેલ હતા પરંતુ પોલીસ દ્વારા ફરિયાદીની અરજી લઇ બે દિવસ સુધી ધક્કા ખવડાવી ફરિયાદ નોંધાતા ન હોય ફરિયાદી અને તેમની બે દીકરીઓ હેરાન પરેશાન થઈ રહી હતી જ્યારે પોલીસ જ પોલીસનો સાથ ન આપે તો સામાન્ય વ્યક્તિઓની ચોરીની ફરિયાદ લખાવવામાં કેવી દશા થઈ રહી હશે એ તો ભગવાન જાણે.. આ ચોરીની ફરિયાદ નોંધાવવા માટે ફરિયાદીએ મક્કમતાથી ગઈ કાલે બપોરથી રાત સુધી પોલીસ સ્ટેશનની બહાર બેસી જ્યાં સુધી ફરિયાદ નોંધાય ત્યાં સુધી ઘરે જવાનો નનૈયો ભણ્યો બાદમાં સ્ટેટ કંટ્રોલમાં ફોન કરી સમગ્ર હકીકતથી વાકેફ કરેલ બાદ મોડી રાત્રે પોલીસને આ ચોરીની ફરિયાદ નોંધવાની ફરજ પડી છે.

- text