શ્રીમદ્ રાજચંદ્ર મિશન (ધરમપુર)ના વાંકાનેર સેન્ટરના સ્થાપના દિન નિમિત્તે લોકસેવાના કેમ્પ યોજાયા

- text


ફ્રી મેડિકલ કેમ્પ : છાશ વિતરણ કેમ્પ : ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ખીચડી તેમજ મીઠાઇ વિતરણ : વૃદ્ધાશ્રમમાં ભાવતા ભોજનીયા : માનસિક વિકલાંગ બાળકોને મીઠાઈ અને રમકડા કેમ્પ

વાંકાનેર : શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે આવેલ આશ્રમની વાંકાનેર સેન્ટરના સ્થાપના દિન નિમિત્તે લોકસેવાના અનન્ય કાર્યો યોજવામાં આવેલ. આમ તો વર્ષ દરમિયાન અનેક લોક ઉપયોગી તેમજ વિદ્યાર્થીઓને રાહત દરે પુસ્તકો વિતરણનું કાર્ય વાંકાનેર સેન્ટર ખાતે ચાલુ જ રહે છે.

ખાસ વાંકાનેર માં સ્થાપના દિન નિમિત્તે ધરમપુરના આશ્રમ ખાતેથી પધારેલા અતિથિ ગણોની ઉપસ્થિતિમાં વાંકાનેરમાં સવારે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ જેમાં વાંકાનેરના બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ. તે ઉપરાંત વાંકાનેર સેન્ટરના શીતલબેન શાહની આગેવાનીમાં વાંકાનેરની ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને તેમના ગ્રુપના હાથે બનાવેલ મસાલેદાર ખીચડી અને સ્વાદિષ્ટ મીઠાઈનું વિતરણ કરી બાળકોને ખુશી આપવાનું અનેરૂં આયોજન કરવામાં આવેલ તેમજ ગરમીના દિવસોમાં બપોરે બજારમાં ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવેલ તેમજ સાંજે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે સ્વાદિષ્ટ ભોજન અને મીઠાઇ ખવડાવી વૃદ્ધોની એક સાંજ યાદગાર બનાવેલ તે ઉપરાંત વાંકાનેરના માનસિક વિકલાંગ બાળકોની સ્કૂલમાં જઈ બાળકોને મીઠાઈ તેમજ રમકડાં આપી બાળકો સાથે હસી-મજાકમાં સમય પસાર કરેલ.

- text

વાંકાનેર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશનના સેન્ટરને એક વર્ષ પરિપૂર્ણ થતાં વાંકાનેરની જનતાને આ સેન્ટરના સ્થાપના દિન નિમિત્તે સેવાકીય કાર્ય કરી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ.

- text