જીએસટી કૌભાંડના બે આરોપીઓની એક દિવસની રિમાન્ડ મંજુર

- text


અન્ય ચાર આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જેલહવાલે કરાયા

મોરબી : મોરબીના ચકચારી બનેલા જીએસટી કૌભાંડમા વધુ બે આરોપીઓ પકડાયા છે. તેઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ પણ મંજુર કરી આપ્યા છે. જ્યારે અન્ય ચાર આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલહવાલે કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં રૂ. ૧૭ કરોડની જીએસટી ચોરી કરવાના ગુનામાં એસઓજીએ કૃષ્ણકુમાર ઉર્ફે કિશન રમેશભાઈ ગૌસ્વામી ઉં.વ. 24 ધંધો. ડ્રાયવિંગ, રહે વાંકાનેર દરવાજા, ભવાની ચોંક પાસે. મૂળ રહેવાસી સેકટર નં.13, છાપરા ધર નં. 391, વિદ્યુતબોર્ડ પાછળ, ગાંધીનગર તથા મનીષ ઉર્ફે મનો રામજીભાઈ ફેફર ઉં.વ.28, ધંધો. સીરામીક કોન્ટ્રાક્ટર, રહે. રવાપર રોડ, ક્રિષ્ના સ્કૂલની બાજુમાં, શિવમ પેલેસ, બ્લોક નં. 404 જી.મોરબી વાળાઓને પકડી પાડી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે બન્ને આરોપીઓને એક દિવસ એટલે કે આવતીકાલ સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text

ઉપરાંત અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ મયુર ચતુરભાઇ ઉઘરેજા ઉ.વ.૨૭ ધંધો નોકરી રહે.ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ મોરબી, રવિ મનસુખલાલ ફુલતરીયા ઉ.વ.૨૯ ધંધો વકીલાત રહે.રવાપર રોડ હરિહર નગર-૧,મોરબી , રાકેશ પોપટભાઇ ભાટીયા ઉ.વ.૩૧ ધંધો વેપાર રહે.બ્લોક નં.૨૦૨ રામપેલેસ, ઓમપાર્ક,રવાપર રોડ, મોરબી, હીરેન્દ્ર ઉર્ફે હીરેન દીનેશભાઇ સાણદીયા ઉ.વ.૨૮ રહે.રવાપર રોડ વેલ્કમ પાર્ટી પ્લોટ સામે શીવમ પેલેસ, મુળ બીલીયા ગામ તા.જી.મોરબીવાળાના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

- text