મોરબી :ડિસ્ટ્રિક્ટ U-19ની ક્રિકેટ ટીમમાં યશ દેસાઈની પસંદગી

- text


મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા U-19 ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સિલેક્શન ચાલી રહ્યું છે, સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાની ટીમોમાં ખેલાડીઓના સિલેક્શનમાં મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો અને કેપ એકેડેમીમાં ક્રિકેટની તાલીમ મેળવતો યશ દેસાઈની તેની સુંદર રમતને કારણે પસંદગી થઇ છે.

- text

અત્રે નોંધનીય છે કે, કેપ ક્રિકેટ એકેડેમી એલિટ સ્કૂલમાં જ જૂન-18થી શરુ કરવામાં આવી છે. જેમાં વિશ્વકક્ષાના કોચ મોડયુઅલ વાઇસ સિસ્ટમથી ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સાથે જ ખેલાડીઓને ક્રિકેટ સાથે જ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા સમયાંતરે ચેક અપ કરીને ફિટનેસ પર પણ પૂરું ધ્યાન આપવામાં આવે છે. પહેલાં જ વર્ષથી કેપ એકેડેમીના ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે જુદી જુદી ટીમોમાં પસંદગી થતા ખેલાડીઓમાં ઉત્સાહનો વધારો થયો છે. આ પહેલા પણ યશની કેપ્ટનસી હેઠળ નેશનલ લેવલે રમાતી ICA T-20 ક્રિકેટ ચેમ્પિયનશીપમાં મોરબીની કેપ અકેડેમીએ ભાગ લીધો હતો અને ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરની ટીમને હરાવીને મોરબીની ટીમ ચેમ્પિયન થઇ હતી.

- text