મોરબીના રવાપર ગામે પાણી પ્રશ્ને મહિલાઓની ઉગ્ર રજૂઆત

- text


મહિલાઓએ પાણીના ધાધિયા મામલે ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના રવાપર ગામે પાણીના ધાધિયા થવાથી મહિલાઓ વિફરી હતી અને પાણી પ્રશ્ને મહિલાઓએ રવાપર ગ્રામ પંચાયતમાં મોરચો માંડ્યો હતો.મહિલાઓએ પાણી પ્રશ્ન ઉકેલવા અંગે ઉગ્ર રજુઆત કરી હતી.

- text

મોરબી નજીક આવેલા રવાપર ગામે ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ પાણીની મોકણ સર્જાઈ છે.જવાબદાર તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે પાણી સમસ્યા વકરી હતી.તેથી આજે રવાપર ગામની મહિલાઓ વિફરી હતી અને રવાપર ગ્રામ પંચાયત કચેરીએ પાણી પ્રશ્ને રજુઆત કરવા દોડી ગઈ હતી.મહિલાઓએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી કે,રવાપર ગામના બે વિસ્તારોમાં પાણી આવતું નથી અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી પ્રશ્ન યથાવત રહ્યો છે.જેના કારણે મહિલાઓને કાળઝાળ ગરમીમાં પાણી મેળવવવા માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે.જોકે આ પાણી પ્રશ્ને મહિલાઓએ જિલ્લા પંચાયત કચેરીમાં પણ લેખિતમાં રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં પાણી પ્રશ્ન વિકટ બની રહ્યો છે.ઠેરઠેરથી પાણીની બુમરાણ ઉઠી રહી છે.ત્યારે જવાબદાર તંત્ર પાણી પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.

- text